Movies Review

ભરત અને નેનુ(તેલુગુ)

Rating: 2.7 Star

31301805_1905908766088367_509811432624226304_n

 • ડાયરેક્ટર કોરાટાલા શિવા(Koratala Siva)ની વર્ષ 2015માં તેલુગુ ડ્રામા ફિલ્મ ‘શ્રીમાંથુડુ’ આવી હતી, જેનો હિરો હતો મહેશ બાબુ. ઉપ્સ સૉરી, ‘સુપરસ્ટાર’ મહેશ બાબુ! ડાયરેક્ટરસાહેબ મહેશ બાબુ સાથે સળંગ ત્રણ સુપર હીટ ફિલ્મો આપી ચૂક્યા છે અને આ ચોથી ફિલ્મ પણ ઑલમોસ્ટ સુપરહીટ થઈ ચૂકી છે. બે દિવસમાં 100 કરોડ અને 12 દિવસમાં 190 કમાઈ ચૂકી છે-હતી, તે તમે જાણો છો.

 

 • ફિલ્મ રિલીઝ થઈ તેના 50 દિવસ બાદ, 9મી જૂને એમેઝોન પ્રાઇમ પર મૂકવામાં આવી. રિવ્યુ વાંચી લીધા બાદ મહેશ બાબુના સ્વેગ માટે પણ ફિલ્મ જોવાની ઇચ્છા થાય તો ભરત અને નેનુ પર ક્લિક કરજો. 😛

 

 • ‘મેં અમરેન્દ્ર બાહુબલી, ઈશ્વર કો, રાધર માં કો સાક્ષી માનતે હુએ સપથ લેતા હું’ :અદ્દલ આવું, બાહુબલી જેવું મહેશ બાબુ ‘ભરત અને નેનુ’માં આંધ્ર-પ્રદેશના CM તરીકે શપથ લેતી વખતે બોલે છે. (‘ભરત અને નેનુ’ અર્થાત ‘મેં ભરત/ I bharat, જસ્ટ લાઈક ધેટ!) આપણે એમ થાય કે હમણાં જ ‘જય જયકારા જય જયકારા’ વાગવા માંડશે અને પ્રજાજનો રોવા માંડશે.
 • ભરત રામ(મહેશ બાબુ) નામનો યુવાન ઑક્સફર્ડ યૂનિવર્સીટી, યુ.કેથી ગ્રેજ્યુએશન પતાવીને ભારત પાછો ફર્યો છે. ફરવાનું કારણ તેના પિતાનું અચાનક થઈ ગયેલું અવસાન છે. પિતા રાઘવા રાઓ(આર. સરથકુમાર ) આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા. વાત આંધ્ર પ્રદેશના બે ફાડીયા થયા એ પહેલાની છે, એ જસ્ટ ઈન્ફો. માં નાનપણમાં વિદાય લઈ ચૂકી છે. છોકરાને વિદેશ ભણાવા પિતાએ મોકલ્યો હતો. એ પિતા હવે નથી. કાકા વારાડરાજુલુ છે જે પાત્ર પ્રકાશ રાજે ભજવ્યું છે.
 • પિતાની જગ્યાએ હવે ભરતને મુખ્યમંત્રી બનવાનું તેના કાકા કહે છે. પહેલા તો ભરતભાઈ કહે છે કે, હું કેમ CM બનું કાકા? મને કંઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની ખબર નથી અને પોલિટિક્સ વિશે ટકા જેટલીય ગતાગમ નથી. કાકા કહે છે કે, હું છું ને ભત્રીજા! તું તારે બન. રાજ્યને તારી જરૂર છે. મને બીજા કામ છે. ભાઈ ક-મને CM બને છે અને…
 • અને એક વાર CM બન્યા પછી તે રાજ્યના સંપૂર્ણ વહિવટને અને લૉજિકને જડમૂળમાંથી બદલવાનું નક્કી કરી નાખે છે, સાઉથની મૂવીમાં લેવામાં આવે એવા નિર્ણયો લેવા માંડે છે. કોઈની સાડાબરી ઑબ્વિઅસલી રાખતો નથી. આ તો મહેશ બાબુ છે. વિરોધી પાર્ટીના સ્કેમ ઉઘાડા પાડે છે. થાય છે એવું કે આ બધું કાકા વારાડરાજુલુ માટે ત્રાસદાયક બની જાય છે. તેમના ઓર્ડર અને આગ્રહને અવગણીને ભરત રાજ્ય ચલાવે છે. ઈન્ટરવલ સુધી આવું જ બધું છે અને પછી પણ આવું જ બધું છે.
 • હિરોઈન તરીકે અહીં ‘એમ. એસ. ધોની’ ફિલ્મમાં સાક્ષી બનેલી કિયારા અડવાણી છે. સ-રસ લાગે છે. સીએમ સાહેબને સવારે રસ્તામાં દેખાય છે અને પ્રેમ થાય છે. ફિલ્મમાં ચારેક બિનજરૂરી ગીતો છે. પોસ્ટ-ઈન્ટરવલ આવતું એક ગીત કર્ણપ્રિય છે.
 • ડાયરેક્ટર-એક્ટરની કહ્યું એમ આ ચોથી ફિલ્મ છે. તેમની અગાઉની ત્રણેય ફિલ્મ મનોરંજક ને મસાલા સાથે સોશિયલ મેસેજ આપતી હતી અને આ પણ એવી જ છે. સોશિયલ રિસ્પૉન્સિબિલીટી અને સંસદમાં બેઠેલા વ્યક્તિઓની અકાઉન્ટિબિલીની ઇર્દગીર્દ આ ફિલ્મ ફરતી રહે છે. એસેમ્બલીમાં ચાલતા હાઇ વૉલ્ટેજ પોલિટિકલ ડ્રામાની વચ્ચે હ્યુમર બતાવવાની કોશિશ કરાઈ છે. આખી જિંદગી લંડનમાં ઉછરેલા અને પબ્લિક નહીં પણ ડીએનએના કારણે મુખ્યમંત્રી બનેલા ભરત આવતાવેંત જે નિર્ણયો લેવા માંડે છે તે માની ન શકાય તેવા લાગે છે. સીએમના શરૂઆતના તેના પર્સનલ સેક્રેટરી તથા ઑફિશિઅલ્સ સાથેના કન્વર્સેશન મજેદાર છે. સેકન્ડ હાફમાં અમુક ઇમોશનલ સિન્સ છે અને સીએમની મિડિયા કૉન્ફરન્સમાં ડાયલૉગબાજી છે તે કદાચ આખી ફિલ્મનો બેસ્ટ પોર્સન છે, પણ આખો કાલ્પનિક લાગે એ હદનો છે. વાસ્તવિકતામાં એ શક્ય નથી, તે યાદ રાખવું.
 • રવી કે. ચંદ્રન અને તેના નીકળ્યા બાદ તીર્રુના કેમેરાએ ગવર્મેન્ટ ઑફિસોને ભરત કરતા વધુ પ્રભાવશાળી દર્શાવી છે! ફિલ્મના સ્લૉ મોશન સિન્સમાં મહેશ બાબુને જોવાની મજા પડે છે. 360 ડિગ્રીના લેન્ડસ્કેપ શૉટ્સ છે. ટાઇટલ સોન્ગ સાંભળવાની-જોવાની મજા પડે છે. એસ. શંકરની ‘નાયક’ ફિલ્મ તો ટ્રેઈલર જોઈને જ અને ન જોયું હોય તો આટલું વાંચીને જ યાદ આવી જાય. ‘ભરત અને નેનુ’ નાયકથી જોજનો દૂર છે. બે એક્શન સિક્વન્સિસ છે. ડાયલૉગ્સ પ્રમાણમાં સારા છે. તેલુગુ જાણતા-સમજતા લોકોને અફ કોર્સ ડાયલૉગ સાંભળવાની વધારે મજા આવશે. એ. શ્રીકર પ્રસાદનું એડિટિંગ વધારે ચુસ્ત થઈ શકત. ફિલ્મ પૂરા 2 કલાકને 54 મિનિટની છે. કોરાટાલાએ લવ-સ્ટોરી સહિતના બિનજરૂરી સબ-પ્લૉટ એકાધિક ઘુસાડ્યા છે, તેના કારણે સેન્ટર આઇડિયા ગૂંચવણમાં મૂકાઈ જાય છે. ફિલ્મ પૂરી થતા સુધી થાય છે કે એવું કે આ પોલિટિક્સમાંથી ‘ગંદવાડ બહાર કાઢો’ની વાર્તા છે કે સારા માણસની કરપ્ટ સિસ્ટમ સામેની લડતની વાર્તા છે કે સીએમની લવ સ્ટોરી છે કે નૉટ સો શૉકિંગ બદલાની વાર્તા છે?! ભરત અને વાસુમથી વચ્ચેના જૂજમાંના જૂજ દ્રશ્યો મજેદાર છે. ભોળોભલો છોકરો ક્યાં CM બની ગયો, એવું ફિલ થાય જ્યારે તે વાસુમથીની બાજુમાં બેઠો-ઊભો હોય! પણ સીએમ સાહેબ પર્સનલ સેક્રેટરી સાથે પોતાની ઑફિસમાં ઊભા ઊભા વાસુમથીના ફોનની રાહ જૂએ છે, એ હજમ નથી થતું. કોઈને ન જ થવું જોઈએ.
 • ફિલ્મનો અંત પહેલાથી જ કળાઈ જાય છે. એમાં પણ સાઉથ ફિલ્મોના આકંઠ રસિયાઓ તો પહેલી 10 જ મિનિટમાં ક્લાઈમેક્સ ધારી શકે છે! ઈન્ટરવલ પછીથી ફિલ્મ રુટીન અને પ્રેડિક્ટેબલના ખાનામાં ધકેલાતી જાય છે.
 • આમ તો સલમાન ખાન, રજનીકાંત, મહેશ બાબુ, વગેરાહની ફિલ્મો રિવ્યુ અને મોટાભાગે લોજિકથી પરે હોય છે. મહેશ બાબુ છીંક ખાય એ પણ સ્ટન્ટ કહેવાય, યુ નો! અને ખરેખર, મહેશ બાબુને મોટા પડદા પર ઈન કરેલા ફોર્મલ પેન્ટ-શર્ટ પહેરીને સ્લૉ- મોશનમાં ચાલતો જોવાની મજા પડે છે. એક્શન સિક્વન્સિસ કહ્યું એમ બે જ છે. ડાયલૉગ બઉઉઉ સારા નથી. સો, મહેશ બાબુના ફૅન લોગ અપેક્ષા ઘટાડીને અવશ્ય જઈ શકે છે.
 • ડાયરેક્ટર કોરાટાલા સીવાએ ફિલ્મ રિલીઝ થઈ તેના થોડા દિવસો બાદ કહ્યું હતું કે, ફિલ્મ હિન્દી સહિતની અન્ય ભાષાઓમાં ડબ કરશું. એટલે સારું છે, હિન્દીમાં રિમેક નહીં બને. નહીંતર વિચારો હેન્ડસમ સલમાન ખાન મુંબઈનો મુખ્યમંત્રી હોય અને ગૂનેગારોને જેલમાં ધકેલવાના નિર્ણયો લે તો સાલું આપણને કેવું લાગે?!
 • ફિલ્મ કહ્યું એમ એમેઝોન પ્રાઇમ પર આવી ગઈ છે. મને પર્સનલી કૈલાશ ખેરે ગાયેલું જય જયકારા પ્રકારનું ‘ભરત અને નેનુ’નું ‘વછડાયો સામી’ ગીત બહુ જ ગમે છે. એમાં પણ સાઉથના પરંપરાગત પોશાકમાં મહેશ બાબુ જે …જ-રા… …જ-રા… નાચે છે, આહા હા! માશા અલ્લાહ! (‘વછડાયો સામી’ એટલે કે અમારા રાજા આવી ગયા છે… અંગ્રેજીમાં: Our sir has come…)

‘વછડાયો સામી’ વિડીયો સૉન્ગ જોવા માટે.

maxresdefault
Our sir has come… Earth has hold out an umbrella of stars for him…

 

અન્ય બે ફિલ્મો વિશે ટૂંકમાં.

Nenokkadine(તેલુગુ) : મહેશ બાબુની જ વર્ષ 2014માં આવેલી સાયકૉલોજીક થ્રિલર ‘નેનોકાડાઈન’ અર્થાત 1. અર્થાત I am alone, અર્થાત ‘હું, એકલો’ પ્રમાણમાં ઠીક છે. ‘ભરત અને નેનુ’થી બહેતર છે. છૂટછવાયા સિન્સ સુપર્બ છે. સ્ટોરી સારી છે, પણ વચ્ચે વચ્ચે પકડ છૂટી જાય છે. એન્ડ સરપ્રાઈઝ આપે છે. નસીર, ગજીની ધર્માત્મા(નામ યાદ નથી આવતું, આવ્યું! પ્રદિપ રાવત!), વગેરે દાદુ કલાકારોની ફૌજ છે. એમેઝોન પ્રાઈમ પર છે, ટાઈમ હોય તો જોવાય.

Theri(તમિલ) : સુપરસ્ટાર વિજયની થેરી અર્થાત ‘સ્પાર્ક’ એક્શન થ્રિલર છે. રાઇટર-ડાયરેક્ટર એટલી(Atlee)ની સ્ટોરીટેલિંગ અફલાતૂન છે. હિરોઈન મખીવાળી સામંથા છે ને ‘એક દિવાના થા’વાળી એમી જેક્શન છે. ફૂલ ટુ મસાલા એન્ડ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સથી ભરપુર છે. મસાલા ફિલ્મોના શોખીનો, જેમને ‘રાઉઠી રાઠોડ’ ગમી હતી, તેમને ચોક્કસ ગમશે. ગીતો પણ સાંભળવા ગમે એવા છે પ્રમાણમાં. આ ત્રણમાં પહેલા ક્રમે આવે. લૉજિકથી દૂર રહીને મજ્જા આવે એવી ફિલ્મ!

Review by @Parth Dave

0 comments on “ભરત અને નેનુ(તેલુગુ)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: