Bollywood

‘હમ આપ કે હૈ કૌન’ના એ સિન વખતે અનુપમ ખેરને ફેશિયલ પેરાલિસીસ હતું!

અનુપમ ખેરે 500થી વધારે ફિલ્મો કરી છે, જેમાં સારાંશ, તેજાબ, ડોક્ટર ડેન્ગ, ખોસલા કા ઘોસલા, વેનસડે, દિલવાલે દુલ્હનિયા લે જાએંગે વગેરે જેવી સુપરહિટ અને હટ-કે ફિલ્મોનો સમાવેશ થાય છે. અનુપમે કૉમિક ને ટ્રેજિક, બેઉ પાત્રો બખૂબી રીતે ભજવ્યા છે. તેમના મતે ટ્રેજેડી અને કૉમેડીમાંથી કૉમેડી કરવી અઘરી છે.5

સારાંશ ફિલ્મ વિશે અનુપમ કહે છે કે, ‘જો તે મારી 10મી ફિલ્મ હોત તો કદાચ આટલું મહત્વ મને ન મળ્યું હોત. કેમ કે, ત્યારે મારો ચહેરો નવો હતો. કોઈ માનવા તૈયાર નહતું કે હું 28 વર્ષનો યુવાન છું ને મેં 65 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી છે!’ અનુપમના મતે સારાંશ તેમના માટે સૌથી ચેલેન્જિગ ફિલ્મ હતી. તેમણે જે ત્રણ વર્ષ બેકારીમાં કાઢ્યા, જે હિણપત અને દુઃખ અનુભવ્યા તે બધા સારાંશમાં કામ આવ્યા!

-‘મૂડ મૂડ કે દેખ’ કૉલમ

(‘સંદેશ’)

‘તારિખ 3જી જૂન, 1981ના રોજ હું લખનઉથી મુંબઈ આવ્યો. મને એમ લાગતું હતુ કે હું ભણેલોગણેલો એક્ટર છું. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાનો વન ઑફ ધ બેસ્ટ પરફૉર્મર છું. ચંદીગઢથી મેં ઈન્ડિયન થિએટરમાં ડિપ્લોમાં કર્યું છે. એટલે મને કામ મેળવવામાં જરાય વાંધો નહીં આવે. પણ બે વર્ષ સુધી મારી પાસે કોઈ કામ જ નહતું! મુંબઈની ગલિઓમાં ફરતો રહ્યો. જોકે, મારું નાટક કરવાનું ચાલું રહ્યું..’ આ શબ્દો છે બોલિવૂડના દિગ્ગજ કલાકાર એવા અનુપમ ખેરના. જેમનો આગામી 7મી તારિખે જન્મદિવસ છે.

anupam480
પત્ની કિરણ ખેર સાથે અનુપમ ખેર

અનુપમ ખેરની પહેલી ફિલ્મ હતી મહેશ ભટ્ટ દિગ્દર્શિત ‘સારાંશ’. ફિલ્મના તથા અનુપમ ખેરના અભિનયના ખૂબ જ વખાણ થયા. આ વિશે અનુપમ કહે છે કે, ‘જો તે મારી 10મી ફિલ્મ હોત તો કદાચ આટલું મહત્વ મને ન મળ્યું હોત. કેમ કે, ત્યારે મારો ચહેરો નવો હતો. કોઈ માનવા તૈયાર નહતું કે હું 28 વર્ષનો યુવાન છું ને મેં 65 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી છે!’ અનુપમના મતે સારાંશ તેમના માટે સૌથી ચેલેન્જિગ ફિલ્મ હતી. તેમણે જે ત્રણ વર્ષ બેકારીમાં કાઢ્યા, જે હિણપત અને દુઃખ અનુભવ્યા તે બધા સારાંશમાં કામ આવ્યા!

7
‘સારાંશ’ ફિલ્મમાં અનુપમ ખેર

‘સારાંશ’ ફિલ્મનો એક રસપ્રદ કિસ્સો અનુપમ વર્ણવે છે. વાર્તામાં એમ છે કે, અનુપમ ખેર ભજવે છે તે પાત્ર બી. વી. પ્રધાનના પુત્રનું અમેરિકામાં મૃત્યુ થઈ જાય છે અને તે અસ્થિ લેવા કસ્ટમ ઑફિસ જાય છે. તેને ત્યાં ઘણી માનહાનિ સહન કરવી પડે છે. અનુપમ ખેર વિચારે છે કે, મારા તો લગ્ન નથી થયા. મારો કોઈ પુત્ર નથી. હું આ કઈ રીતે કરી શકીશ? અગાઉ કહ્યું એ પ્રમાણે અનુપમની એ વખતે ઉંમર માત્ર 28 વર્ષની હતી અને પાત્રની ઉંમર 65 વર્ષની.

અનુપમ કહે છે કે, ‘મેં વિચાર્યું અને ડાયરેક્ટર મહેશ ભટ્ટને કહ્યું કે, હું ઊંધો ઊભો હોઈશ અને ફરું ત્યારે તમે કેમેરો ઓન કરી દેજો. હું ડાયલૉગ બોલીશ અને મને લાગે છે કે તે ઑકે હશે. હું ફરતા પહેલા વિચારી રહ્યો હતો કે જો આ પિક્ચરથી મારું કંઈ નહીં થાય તો હું બરબાદ થઈ જઈશ. જો આ

Anupam-Kher-Karma-Movie
‘કર્મા’ ફિલ્મમાં વિલન તરીકે અનુપમ ખેર

પિક્ચર નહીં ચાલે તો હું મરી જઇશ. હું રોડ પર આવી જઈશ. મને ખાવા માટે કંઈ નહીં મળે. હું કંઈ નહીં કરી શકું. હું ખતમ થઈ જઈશ… આટલું વિચારતા વિચારતા જ રડવા લાગ્યો, ફર્યો અને તે ડાયલોગ અસરકારક રીતે બોલ્યો. ટ્રેક ઑકે હતો!’

અનુપમ ખેરે 500થી વધારે ફિલ્મો કરી છે, જેમાં સારાંશ, તેજાબ, ડોક્ટર ડેન્ગ, ખોસલા કા ઘોસલા, વેનસડે, દિલવાલે દુલ્હનિયા લે જાએંગે વગેરે જેવી સુપરહિટ અને હટ-કે ફિલ્મોનો સમાવેશ થાય છે. અનુપમે કૉમિક ને ટ્રેજિક, બેઉ પાત્રો બખૂબી રીતે ભજવ્યા છે. તેમના મતે ટ્રેજેડી અને કૉમેડીમાંથી કૉમેડી કરવી અઘરી છે.

2
‘હમ આપકે હૈ કૌન’નો અનુપમ ખેરનો એ સિન, જેમાં એમના ચહેરા પર ખરેખર તકલીફ હતી!

‘હમ આપકે હૈ કૌન’માં તેમનું પાત્ર કોમેડી હતું. શોલેમાં દારુ પીને, ટાંકી પર ચઢીને જે સિન ધર્મેન્દ્ર કરે છે તે અનુપમ ખેર ‘હમ આપ કે હૌ કોન’માં કૉમેડી વેમાં કરે છે. બહુ ઓછાને ખ્યાલ હશે કે, એ વખતે અનુપમ ખેરને ફેશિયલ પેરાલિસિસ હતુ! માટે તેવું મોઢું કરવું તે સિનની નહીં, અનુપમની માગ હતી. આ ઘટના વિશે અનુપમ માંડીને વાત કરતા ‘આપ કી અદાલત’માં કહે છે કે, ‘એક દિવસ હું મારા મિત્ર અનિલ કપૂર સાથે જમતો હતો. ત્યાર સુધી મેં દોઢસો જેટલી ફિલ્મ કરી હતી. પોપ્યૂલર થઈ ચૂક્યો હતો. જમતા જમતા અચાનક અનિલની વાઇફ સુનીતાએ કહ્યું કે, અનુપમ તું એક આંખથી બ્લીંક નથી કરતો! એટલે કે મારી એકબાજુની આંખ પટપટાવવાની બંધ થઈ ગઈ હતી! મને લાગ્યુ કે, હું થાકી ગયો હોઈશ. પછી બીજા દિવસે બ્રશ કરતી વખતે પાણી ડાબી બાજુથી આપોઆપ બહાર ટપકવા લાગ્યું. હું યશ ચોપરા પાસે ગયો, તેમણે ડૉક્ટર પાસે જવાનું કહ્યું. ડૉક્ટરે નિદાન કર્યું કે 4મને ફેશિયલ પેરાલિસીસ છે. મેં કહ્યું એમ, હું પોપ્યૂલર હતો અને મારો અડધો ચહેરો વાંકો વળી ગયો હતો! મારી કારકિર્દી ખલ્લાસ થઈ જવાની હતી. મને ડૉક્ટરે બે મહિના સુધી આરામ કરવા અને દવા લેવા કહ્યું હતું. હું બીજા જ દિવસે શૂટિંગ પર પહોંચી ગયો! શરૂઆતમાં સલમાન-માધુરી, બધાને થયું કે હું કૉમેડી કરી રહ્યો છુ! મેં બધાને ભેગા કરીને સાચી વાત કરી. મેં કહ્યું કે આ તકલીફ છે પણ હું ફિલ્મ કરવા માટે તૈયાર છું. તમે ધ્યાનથી એ સિનમાં જોયું હોય તો હુ તકીયો લઈને ખુરશી પર ચડુ છું ત્યાં સુધી મારા ચહેરાનો ક્લોઝ-અપ જ નથી લેવાયો!  અને તે સિન ચેન્જ કરીને મને ધરમજીની શોલે વાળી સિકવન્સ આપી દીધી, કે જેમાં હુ ડ્રન્ક છું!’maine gandhiko..

અનુપમ ખેરની જીવન-જર્ની પર આધારિત ‘કુછ ભી હો સક્તા’ હે નાટક પણ પ્રશંસા પામ્યું છે અને તેમના લખેલા પુસ્તકો પણ ખૂબ વંચાયા છે. હાલ તેઓ એફટીટીઆઈના ચેરમેન છે. ઉપરોક્ત ‘હમ આપ કે હૈ કોન’ના કિસ્સાની શરૂઆત કરતા પહેલા અનુપમ ખેર કહે છે કે, ‘ક્યારેક જિંદગી તમને એવા મુકામ પર લઈ આવે છે જ્યારે તમને તમારી શક્તિ અને તમારી નબળાઈની સાચી ખબર પડે છે.’

@Parth Dave (Sandesh)

Date: 02-03-2018

3

anupam kher edited.jpg
“મૂડ મૂડ કે દેખ”, સિને સંદેશ- પૂર્તિ ‘સંદેશ’; પાના નં. 2,  તા. 02-03-2018

0 comments on “‘હમ આપ કે હૈ કૌન’ના એ સિન વખતે અનુપમ ખેરને ફેશિયલ પેરાલિસીસ હતું!

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: