ગુજરાતી સિનેમા Literature Movies

પ્રમાણિક હોવું એ તમારી જીત છે! /ચાલ મન જીતવા જઈએ

તમારો દુધવાળો અઢી લિટરના દુધમાં અઢી લિટર દુધ જ આપે છે, તો તે તેની જીત છે. તેને રાતના નિંદર સારી આવતી હશે. કોઈ ડૉક્ટરે તમને એવું કહ્યું છે કે, તમને કોઈ દવાની જરૂર જ નથી. ટેન્શન ન લો, તમે ફાઈન જ છો. આવો એકાદ અનુભવ તો થયો હશે કે ડૉક્ટરે સાચી સલાહ આપી હોય! એ ડૉક્ટર પ્રત્યેનો આદર આખી જિંદગી તમારી આંખોમાં જોઈ શકાશે. તે આદર ને સન્માન ડૉક્ટરની જીત છે. તમારો એવો કોઈ મિત્ર હશે જે પરિક્ષામાં બધી સગવડ હોવા છતાં પણ ચોરી નહીં કરતો હોય અર્થાત કૉપી નહીં કરતો હોય! કદાય તમે પણ એવા હશો જ કે તમારા પપ્પા ટીચર, પ્રિન્સિપાલ કે શિક્ષણ અધિકારી હોવા છતાં પણ તમે તેનો લાભ નહીં લીધો હોય કોઈ જગ્યાએ. તમે ૭૫ ટકામાં જ સંતોષ માન્યો હશે એમ વિચારીને કે ચોરીના ૮૫ ટકા કરતા મહેનતના 75 ટકા સારા! લોકો હસતા હશે તમારી મૂર્ખાઈ પર, પણ એમને ક્યાં ખબર છે કે પરિણામમાં ૭૫ ટકા જોઈને તમને કેટલો આનંદ આવે છે! એ તમારી પોતાની જીત છે… તમારી મહેનતની જીત છે…

-‘અક્ષરત્વ’ કૉલમ

(જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’)

1_SG-FAIvhQWFF-l4NfyAiHg.jpeg

નંબર ૧. નામ દત્તુભાઈ ભાણાભાઈ પટેલ. ઉંમરઃ 60 વર્ષ. કામઃ રિક્ષા ચલાવવાનું. દત્તુભાઈ રાજપીપાળામાં આવેલી કન્યા શાળાની પાછળ રહે. એક દિવસ સ્કૂલ કમ્પાઉન્ડમાં તેમને સ્કૂટર પાસેથી લેડિઝ પર્સ મળ્યું. અંદર બીજીબધી વસ્તુઓની સાથે કિંમતી સોનાના ઘરેણાં હતા. દત્તુભાઈએ તે પાકિટ સ્કૂલના આચાર્યને આપી દીધું. આચાર્યે સોનાના ઘરેણાં અને રોકડ તપાસી, છાપાની ભાષામાં કહીએ તો પુષ્ટિ કરી જે-તે માલિક મહિલા સુધી પહોંચાડી દીધી.

નંબર ૨. નામ: ઊમંગ પ્રફૂલભાઈ અમલાણી. કામઃ કદાચ વિદ્યાર્થી! ઉમંગને પોરબંદરની જનકપૂરી સોસાયટીમાં રાતના એક પાકિટ મળ્યું. જેમાં ખાસા એવા રૂપિયા, એટીએમ કાર્ડ અને અગત્યના કાગળો હતા. ઉંમગે પાકિટના માલિકને શોધવાનું શરૂ કર્યું. અંતે તેના માલિકને પાકિટ પરત કરવામાં આવ્યું.

નંબર ૩. નામઃ હિરાભાઈ. ગામઃ કોડાય. કામઃ ચાયની દુકાન. માંડવી તાલુકાના રયાણ પાટિયા પાસે બાઈક પર જતા એક વેપારીની લાખો રૂપિયા ભરેલી બેગ પડી ગઈ. આ સ્થળે ચાય બનાવતા કોડાયના હિરાભાઈની નજર પડી. તેમણે તે બેગ સાચવીને લઈ લીધી. વેપારી હાંફળાફાંફળા થતા પાછા આવ્યા અને પાટિયા પાસે ઊભેલા લોકોને બેગ અંગે પૂછપરછ કરી. હીરાભાઈએ તેમને બેગ પાછી આપી દીધી. વેપારીએ તેમને બેગમાંથી જોઈએ તેટલી બક્ષિસ લઈ લેવા માટે કહ્યું, પરંતુ હીરાભાઈએ તેનો સાભાર અસ્વીકાર કર્યો…

આ ત્રણ આપણા જ દેશ, રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ બનેલી ઘટનાઓ છે. ત્રીજી તો તાજેતરની જ, આપણા માંડવીમાં ઘટેલી ઘટના છે. કદાચ તમને તે વાંચવામાં પણ આવી હોય.

આપ્યા તે ઉદાહરણોમાં કદાચ નામ, સ્થળમાં વારાફેરી હોય. કદાચ માહિતદોષ પણ હોય. અહીં માત્ર ઉદાહરણ તરીકે લો તો પણ ચાલશે. મૂળ વાત છે પ્રમાણિકતાની. હોનેસ્ટીની. નીતિની. ‘તમે સવારે ઉઠો છો અને રાત પડે ત્યાં સુધી કામ, નોકરી, ધંધો જે પણ છે તે કરીને પાછા આવો છો ત્યાર સુધીમાં વચ્ચે કેટલું જુઠું બોલો છો?’ એમ મારે નથી પૂછવું! અલબત્ત, એમ પૂછવાનું હવે બંધ જ થઈ ગયું છે. ગાંધી એક જ હોય. અને એ બનવું ભયંકર અઘરું છે…

વાત છે, નીતિની. વફાદારીની. પ્રમાણિકતાનો સરળ સમજાય એવો અર્થ ડિક્શનરીમાં જોઈએ તો ‘હોનેસ્ટી’ થાય છે. ઈન્ટેગ્રિટી થાય છે. સાર્થ જોડણીકોશમાં જોઈએ તો ‘ચોખ્ખો માણસ’ બરાબર પ્રમાણિક લખેલું છે! ઘાલમેલ ન કરે તેવો માણસ અર્થાત પ્રમાણિક માણસ. હોનેસ્ટ મેન! વેલ, તમે ‘ચોખ્ખા માણસ’ છો ખરા? હૃદય પર હાથ રાખીને અને મગજ ભેગું રાખીને કહેજો કે, તમને રસ્તા પરથી દોઢ-બે લાખની બેગ મળે તો તમે શું કરો? ખાસ તો એ કે તમને એ સમયે કોઈ જોનાર નથી..!

આનો જવાબ આપવો અઘરો છે. દત્તુભાઈ કે ઉમંગ કે ચાવાળા હરિભાઈ જેવી હિંમત જોઈએ તે માટે. ખરેખર હિંમત અને બહાદૂરી અહીં કામ આવે છે. જેમ ગાંધી વધુ હિંમતવાન હતા-છે તેમ… ન દેખાય તેવી હિંમત!

થોડા દિવસો પહેલા મુન્દ્રાથી દાહોદ સાંજે પાંચ વાગ્યાની બસમાં આવવાનું થયું. તેમાં પપ્પાનું વૉલેટ ભૂલાઈ ગયું. ૧૦-૧૨ હજાર રૂપિયા, એટીએમ અને અગત્યના કાગળિયા હતા. આવું થાય એટલે આપણને પહેલો વિચાર એવો આવે કે, ‘ગયું!’ ‘હવે કાંઈ ન થાય.’ ‘આજના જમાનામાં કોણ પાછી પાકિટ આપવા આવશે?’ પણ આવ્યું! કન્ડક્ટર ભાઈએ તે વૉલેટ ભચાઉ ઑફિસે આપી દીધું! બધું એમ જ હેમખેમ હતું. એક નોટ પણ આડીઅવળી નહોતી થઈ. દાનાઈ આને કહેવાય. બાકી ‘મને ખબર નથી પ્રકાર’નો એઝ યુઝવલ જવાબ તે આપી જ શકત. આ ઘટના પછી મેં અન્ય એવા હોનેસ્ટ માણસો શોધ્યા. છાપા ફંફોસ્યા. આશ્ચર્ય વચ્ચે પ્રમાણમાં સારા એવા મળ્યા!

ઈચ્છા તો એવી થાય છે કે, આ પ્રકારના લોકોને ભેગા કરીને તેમનું સન્માન કરીએ. જોકે, ઘણી જગ્યાએ તે થાય જ છે.

***

maxresdefault.jpg
ચલ મન જીતવા જઈએ ફિલ્મમાં મુખ્ય અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલ

આજે આપણે મશીનનો ઉપયોગ કરતે કરતે ખુદ આર્ટિફિશિયલ થઈ ગયા છીએ માટે નીતિ, વફાદારી, પ્રમાણિકતાની વાતો ઈમ્પોસિબલ લાગે છે. લાઇક, “આજના જમાનામાં જીવવું હોય તો ‘બધું’ કરવું જ પડે!” તમારો દુધવાળો દુધમાં પાણી ભેળવે છે? રોજ? તમને લાગે છે? તમને એવું લાગ્યું હશે ત્યારે તમે દુધવાળો ચેન્જ કરી નાખ્યો હશે! માટે ‘આ જ પ્રેક્ટિકલ રસ્તો છે’વાળી વાત સો ટકા સાચી નથી. પ્રેક્ટિકલ રસ્તો એકચ્યુલિ પ્રમાણિક રહેવામાં છે. લાંબા ગાળે ફાયદો તેમાં છે! ઊભો, કંઈ પણ વિચારતા પહેલા આગળનું વાંચી જાવ!

તમારો દુધવાળો અઢી લિટરના દુધમાં અઢી લિટર દુધ જ આપે છે, તો તે તેની જીત છે. તેને રાતના નિંદર સારી આવતી હશે. કોઈ ડૉક્ટરે તમને એવું કહ્યું છે કે, તમને કોઈ દવાની જરૂર જ નથી. ટેન્શન ન લો, તમે ફાઈન જ છો. આવો એકાદ અનુભવ તો થયો હશે કે ડૉક્ટરે સાચી સલાહ આપી હોય! એ ડૉક્ટર પ્રત્યેનો આદર આખી જિંદગી તમારી આંખોમાં જોઈ શકાશે. તે આદર ને સન્માન ડૉક્ટરની જીત છે. તમારો એવો કોઈ મિત્ર હશે જે પરિક્ષામાં બધી સગવડ હોવા છતાં પણ ચોરી નહીં કરતો હોય અર્થાત કૉપી નહીં કરતો હોય! કદાય તમે પણ એવા હશો જ કે તમારા પપ્પા ટીચર, પ્રિન્સિપાલ કે શિક્ષણ અધિકારી હોવા છતાં પણ તમે તેનો લાભ નહીં લીધો હોય કોઈ જગ્યાએ. તમે ૭૫ ટકામાં જ સંતોષ માન્યો હશે એમ વિચારીને કે ચોરીના ૮૫ ટકા કરતા મહેનતના 75 ટકા સારા! લોકો હસતા હશે તમારી મૂર્ખાઈ પર, પણ એમને ક્યાં ખબર છે કે પરિણામમાં ૭૫ ટકા જોઈને તમને કેટલો આનંદ આવે છે! એ તમારી પોતાની જીત છે… તમારી મહેનતની જીત છે… તમારા ઘરે કામ કરવા આવતી નોકરાણી કોઈ વાસણ નથી ઉપાડી જતી, તમારા પેન્ટના ખિસ્સામાં ભૂલાઈ ગયેલી ૫૦૦ની નોટ તમને પાછી આપે છે, તે તેની પ્રમાણિકતાની જીત છે. અગાઉ કહ્યું એમ, આ બહુ અઘરું છે, પણ અશક્ય નથી.

chal-man-jeetva-jaiye-movie-watch-online-download.jpg
આ અફલાતૂન ગુજરાતી ફિલ્મ હાલ યુ-ટ્યુબ પર અવેલેબલ છે. જોવા માટે અહીં ક્લિક કરો. 

પ્રમાણિકતા ખાલી પૈસાથી જ તોલી શકાય એવું નથી. ઘણી રીતો છે. પાક્કા ભાઈબંધ પ્રમાણિક જ હોય. ઘણા એક ઘરમાં પણ પ્રમાણિક નથી હોતા. આખો દિવસ ઘરમાં જ લોકો એકબીજા સામે જુઠું બોલ્યા કરે છે! છોકરીને છોકરો જોવા આવે ત્યારે આજુબાજુમાંથી નકલી ફર્નિચર રાખનારાઓ અને નકલી ચહેરાઓ પહેરી નાખનારાઓ અને નકલી આદતો પાળનારાઓ લવ-મેરેજ કરનારાને જોઈને આશ્ચર્યથી ફાટી જાય છે, કે આ લોકોને તો એકબીજાની બધી જ ખબર છે! હાઉ કેન ઈટ પોસિબલ?! અમુક જગ્યાએ સંબંધના પાયામાં જ દોંગાઈ હોય છે…

પૈસા કમાવવા એ ગૂનો નથી. અને જરૂરી નથી કે દુનિયાભરમાં તમામ પૈસાદાર માણસો અપરાધી કે ખરાબ કે શોષણખોર જ હોય. નીતિ ને ખુદ્દારીથી પણ પૈસા કમાઈ શકાય છે. એ પાછળ મહેનત અને ડેડિકેશન જોઈએ. આ વાત એટલે કરી કે, અપ્રમાણિકતાના મોટાભાગના બીજ અન્યની સમૃદ્ધિ જોઈને નખાતા હોય છે.

આજે આવા વિચારો આવવાનું કારણ ગુજરાતી ચલચિત્ર ‘ચાલ મન જીતવા જઈએ’ છે. ખુમારી ને ખુદારીથી લીધેલા નિર્ણયો અને નીતિથી કરેલા કામો તમારી જીત છે. તમારી નજરોમાં તે જીત દેખાય છે. તમારા ટટ્ટાર સિનામાં તે જીત ઝળકે છે. તમારા આત્મવિશ્વાસમાં પ્રમાણિકતાનો રણકો વાગે છે. આ વધારાના ફાયદા છે પ્રમાણિકતાના! જેમ કે, ઈમાનદારીપૂર્વક બનેલી આ ફિલ્મ ખુદ કોઈ વધારાના તામઝામ કે માર્કેટિંગ વિના ધૂમ ચાલી રહી છે અને પૈસા રળી રહી છે! અસ્તુ.

40309736_2084796641532911_58396887912284160_n.jpg
One of the best metaphor scene of the movie. (courtesy: YouTube) 

જે બાત!

વિજેતાઓની વર્તણુક આવડવી અને વિજેતા બનવું તે બે અલગ બાબત છે. (ગુજરાતી ફિલ્મ ‘ચાલ મન જીતવા જઈએ’ માંથી થોડા ફેરફાર સાથે)

pramanik hovu.. 14-02 edited.jpg

pramanik hovu... (2) 14-02 edited
“અક્ષરત્વ”, જન્મભૂમિ ગ્રુપ-‘કચ્છમિત્ર’; પાના નં. 6,  તા.14-02-2018

0 comments on “પ્રમાણિક હોવું એ તમારી જીત છે! /ચાલ મન જીતવા જઈએ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: